અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 25 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી કાફિલ અહેમદે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં તેના પર ફાયરિંગ કરીને પગમાં ગોળી મારી હતી. આરોપીને પગમાં ગોળી વાગતા તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો.
તાજેતરમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે અમદાવાદમાં એક્સપ્રેસ હાઇવે પરથી દિલ્હીના ત્રણ શખ્સોને 25 કરોડના ડ્ર્ગ્સ સાથે ઝડપી લીધા હતા. નિયમિત મેડિકલ તપાસ માટે લઇ જવાઇ રહ્યો હતો, ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર તેણે પોલીસ સાથે ઝપાઝપી કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રયાસ દરમિયાન એક પોલીસ ઇન્સ્પેક્ટર ઇજાગ્રસ્ત થયા હતા.