ઓક્ટોબર 27, 2026 9:29 એ એમ (AM)

printer

પુરુષ ક્રિકેટમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે વેલિંગ્ટન ખાતે ત્રીજી T-20 મેચ રમાશે

પુરુષ ક્રિકેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમ ખાતે ત્રીજી ટી-20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 12:30 વાગ્યે શરૂ થશે. પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ ભારતીય ટીમ શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

ભારતે ન્યુઝીલેન્ડ સામે 33 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી 21 જીતી છે, જ્યારે ન્યુઝીલેન્ડે 11 મેચ જીતી છે અને એક મેચ ટાઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચોથી ટી-20 મેચ શુક્રવારે ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે રમાશે.