ઓક્ટોબર 28, 2026 10:04 એ એમ (AM)

printer

આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં વરસાદની આગાહી

આગામી 29 અને 30 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે. આ બંને સિસ્ટમની અસરના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળશે.

29 ઑક્ટોબરના દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા તથા નગર હવેલીમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 30 ઓક્ટોબરે અમરેલી અને ભાવનગર સહિત નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગએ જણાવ્યું હતું.