ઓક્ટોબર 28, 2026 8:52 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું વૈજ્ઞાનિક સંશોધન, શોધો અને નવીનતાના મજબૂત પાયા પર વિકસિત ભારતનું નિર્માણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું વિકસિત ભારત વૈજ્ઞાનિક સંશોધન, શોધો અને નવીનતાના મજબૂત પાયા પર નિર્માણ પામશે. ગઇકાલે નવી દિલ્હીમાં  વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા કોન્ક્લેવમાં બોલતા, શ્રી મોદીએ ભવિષ્યની ટેકનોલોજીના વિકાસમાં નવીનતા લાવવા પર ભાર મૂક્યો.

ત્રણ દિવસીય આ કોન્ક્લેવમાં અગ્રણી વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષણવિદો, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, સ્ટાર્ટઅપ્સ અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ઉભરતી ટેકનોલોજી પર ચર્ચા કરશે.