અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગઇકાલે 72.28 લાખનું સોનું જપ્ત કરાયું. કસ્ટમ વિભાગે એક્સ રે સ્ક્રીનિંગમાં શંકાસ્પદ બેગની તપાસ કરતા ટ્રોલી બેગની પ્લાટિક લેયરમાં પેસ્ટ સ્વરૂપે સંતાડેલું 495 ગ્રામ સોનું મળી આવ્યુ હતું.
પહેલીવાર કેરિયર તરીકે સોનાની દાણચોરીમાં શારજાહથી આવેલા આણંદના એક મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.