ઓક્ટોબર 28, 2026 9:14 એ એમ (AM)

printer

મોડીરાત્રે ત્રાટકેલા અર્નબ વાવાઝોડા બાદ આંધ્રપ્રદેશ માં યુધ્ધના ધોરણે તકેદારીના વ્યાપક પગલાં

મોડીરાત્રે ત્રાટકેલા અર્નબ વાવાઝોડા બાદ આંન્ધ્રપ્રદેશમાં યુધ્ધના ધોરણે તકેદારીના વ્યાપક પગલાં લેવાઈ રહ્યા છે. અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું અર્ણબ કાકીનાડા નજીક આંધ્રપ્રદેશ અને યાનમ દરિયાકાંઠે ત્રાટક્યું ત્યારે વાવાઝોડાની પવનની ગતિ 125-135 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી.

 ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રકાશ દાસના  અનુસાર, વાવાઝોડું ગત રાત્રે 1:20 વાગ્યે તટ પર આવવાની શરૂ થયુ હતું

આંધ્રપ્રદેશના અધિકારીઓએ 84 હજાર 396 લોકોને 290 રાહત આશ્રયસ્થાનોમાં ખસેડ્યા છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે રાજ્યભરમાં કુલ 2 હજાર 199 આશ્રયસ્થાનો તૈયાર કરવામાં આવ્યા છે.

ઓડિશાએ તેના 30 જિલ્લાઓમાંથી 16માં શાળાઓ બંધ કરી દીધી છે અને હજારો આશ્રયસ્થાનો તૈયાર કર્યા છે કારણ કે તેના દક્ષિણ પ્રદેશોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળો સ્ટેન્ડ બાય પર રખાયા છે.