મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ એક દિવસીય શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાશે. આ મેચ વડોદરાના કોટમ્બી સ્ટેડિયમ ખાતે બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.
અગાઉ ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી છે. પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઝિમ્બાબ્વે સામે નવ વિકેટથી, જ્યારે બીજી એક દિવસીય મેચમાં ભારતે 121 રનથી વિજય મેળવ્યો હતો.