રાષ્ટ્રીય એકતા દિવસે નિમિત્તે નર્મદાના એકતાનગર ખાતે સુરક્ષા દળોની પરેડની તૈયારીઓ પુરજોશ ચાલી રહી છે. આગામી 31 ઑક્ટોબરે આ પરેડ યોજાશે. લોખંડી પુરુષ CRPF, BSF, CISF, ITBP અને SSB ઉપરાંત વિવિધ રાજ્યની પોલીસ ટુકડીઓ પણ જોડાશે. દેશભરના સરહદ સુરક્ષા દળ – BSFની ડોગ સ્ક્વૉડ અને ‘નશા વિરુદ્ધ લડાઈ’ના સૂત્ર સાથે બાઈકયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનશે.
ભરૂચના ઝગડિયા ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત યોજાયેલી બાઇક રેલીને CRPF દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.