ઓક્ટોબર 27, 2026 10:16 એ એમ (AM)

printer

અમદાવાદમાં સોલા ખાતે એસટીપી પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનામાં બેનાં મોત

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામગીરી દરમિયાન ગેસની અસરને કારણએ સાઇટ ઇન્ચાર્જ, વેલ્ડિંગ વર્કર, સાઇટ પ્રોજેક્ટ મેનેજર અને ડ્રાઇવર સહિત ચાર લોકો અંદર ખાબક્યા હતા.

આ ઘટનામાં સાઇટ ઇન્ચાર્જ અને વેલ્ડિંગ વર્કરના મોત થયા હતા, જ્યારે સાઇટ પ્રોજેક્ટ મેનેજર અને ડ્રાઇવરને તાત્કાલિક સારવાર માટે ખસડેતા તેમની હાલત હાલ સ્થિર છે. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ રેસ્ક્યૂ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી આરંભી હતી.

શહેરના મેયર હિતેશ બારોટે સ્થળ પર પહોંચીને જણાવ્યું હતું કે આ ઘટનામાં બે વ્યક્તિઓને જીવીત બહાર કઢાયા હતા.