ઓક્ટોબર 27, 2026 10:17 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, રાજ્યમાં પશુપાલકો માટે પુરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવા સરકારની કવાયત

રાજ્યમાં પશુપાલકોને ઘાસચારો પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર સજ્જ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલોગ્રામ જેટલા ઘાસના જથ્થાનું બે રૂપિયા પ્રતિકિલોના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. રાજ્ય સરકાર પાસે અત્યારની સ્થિતિએ ત્રણ કરોડ કિલોગ્રામ ઘાસ ઉપલબ્દ્ધ છે અને વધારાના ઘાસની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે જે તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે તેમાં ગ્રામીણ લોકોને રોજગારી મળી રહે તે માટે વી.બી.જી. રામ જી. યોજના અન્વયે 150 માનવદિન રોજગારી આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કરેલા નિર્ણયોનો અમલ આગામી પહેલી નવેમ્બરથી કરવામાં આવશે.