ઓક્ટોબર 27, 2026 10:23 એ એમ (AM)

printer

બ્રિક્સ સંસદીય સંમેલનનું આજે સમાપન, પ્રધાનમંત્રીએ બ્રિક્સ દેશોના સંસદ સભ્યો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી

12મું બ્રિક્સ સંસદીય સંમેલન આજે નવી દિલ્હીમાં પૂર્ણ થશે. બે દિવસીય સંમેલનમાં સંયુક્ત નિવેદન અપનાવવામાં આવ્યા બાદ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સમાપન ભાષણ આપશે. ત્યારબાદ અધ્યક્ષપદ ચીનને સોંપવામાં આવશે.

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સભ્ય અને ભાગીદાર દેશોના પ્રમુખ અધિકારીઓ અને પ્રતિનિધિમંડળના નેતાઓના સન્માનમાં ભોજનનું આયોજન કરશે.

12મું બ્રિક્સ સંસદીય સંમેલન ગઈકાલે “લોક-કેન્દ્રિત વિકાસ માટે સંસદોને પ્રોત્સાહન” વિષયવસ્તુ સાથે શરૂ થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ દેશોના સંસદસભ્યો સાથે વાતચીત કરી અને તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.