સપ્ટેમ્બર 10, 2026 7:57 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ભારતને બે લાખ 30 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ માળખું ગણાવ્યું.

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ભારત બે લાખ 30 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ માળખું છે. મંત્રીએ આજે નવી દિલ્હીમાં ઇમર્જિંગ સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન કોન્ક્લેવ- ESTIC 2026ના પૂર્વાવલોકન કાર્યક્રમનો શુભારંભ કર્યો. તેમણે કહ્યું કે પચાસ ટકાથી વધુ સ્ટાર્ટઅપ્સ હવે મહાનગરોમાંથી નહીં પણ નાના શહેરોમાંથી આવી રહ્યા છે જે દેશભરમાં ઉદ્યોગસાહસિકતા અને નવીનતાની વધતી જતી પહોંચને પ્રતિબિંબિત કરે છે.

મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતામાં વૃદ્ધિને વેગ આપવા માટે સમગ્ર સરકાર અને સમગ્ર સમાજનો અભિગમ અપનાવ્યો છે.