નવેમ્બર 9, 2026 2:55 પી એમ(PM)

printer

શામળાજી મંદિરમાં દિવાળીએ ભક્તોની ભીડ, સોનાનો મુગટ અને મોજડી આકર્ષણનું કેન્દ્ર

અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં દિવાળીના પાવન પર્વ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી. દિવાળીના શુભ અવસરે દૂરદૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શનાર્થે આવ્યા હતા. આ પ્રસંગે ભગવાનને અર્પણ કરાયેલો છ કરોડ રૂપિયાનો સોનાનો મુગટ અને 50 લાખ રૂપિયાની સોનાની મોજડી આકર્ષણનું કેન્દ્ર રહ્યા. આ અંગે દર્શનાર્થી વિમળાબેને પ્રતિક્રિયા આપી.