મધ્ય આફ્રિકન દેશ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ગઇકાલે એક લશ્કરી વિમાન ક્રેશ થતાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, સૈનિકો અને નાગરિકો સહિત 14 લોકોના મોત થયા.
વિમાન દક્ષિણ પશ્ચિમ શહેર કિકવિટથી રાજધાની કિન્શાસા જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન, તેમાં ટેકનિકલ ખામીને કારણે ક્વાંગો પ્રાંતના કેંગેમાં ઉતરાણ કરવાની ફરજ પડી. જોકે, લેન્ડિંગ સ્ટ્રીપના અભાવે, વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું.
કોંગો સેનાના પ્રવક્તા મેજર-જનરલ એફોમી અકેંગેના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા છે. સેનાના જણાવ્યા અનુસાર, મૃતકોમાં નાગરિકો, બે જનરલો સાથે મુસાફરી કરી રહેલા સરકારી પ્રતિનિધિમંડળના સભ્યો અને અન્ય સૈન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.