કંડલા સ્થિત દીનદયાળ બંદર સત્તામંડળ-DPA એ જહાજ થી જહાજ ટ્રાન્સશિપમેન્ટમાં 12.7 મિલિયન ટન માલસામાનનું સંચાલન કરીને વિક્રમ સર્જ્યો છે. એક નિવેદનમાં દીનદયાળ બંદર સત્તામંડળે માહિતી આપી હતી કે 1 સપ્ટેમ્બર, 2026 સુધીની કામગીરીમાં આ સફળતા હાંસલ કરવામાં આવી છે, જે જહાજ-થી-જહાજ કામગીરીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.
ડેટા અનુસાર, ડી.પી.એ. કંડલાએ 70.3 મિલિયન મેટ્રિક ટન માલસામાનનું સંચાલન કર્યું છે અને આ સિદ્ધિ હાંસલ કરનાર ભારતનું સૌથી ઝડપી મુખ્ય બંદર બન્યું છે. અગાઉ, 27 જુલાઈના રોજ, ડી. પી. એ. કંડલાએ એક જ દિવસમાં અત્યાર સુધીનો સૌથી વધુ 7 લાખ 83 હજાર 816 મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરીને બીજો વિક્રમ બનાવ્યો હતો.