દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે 150 TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે.
કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે આવતીકાલે DPA એક્ઝિબિશન ગ્રાઉન્ડ ગાંધીધામ ખાતે યોજાનાર સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ તથા આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા શર્મા દ્વારા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે.
150 TPD ઈ-મિથેનોલ પ્લાન્ટ ભારતના સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે. દીનદયાળ પોર્ટ ખાતે સ્થિત આ પ્લાન્ટ ઈ-મિથેનોલ જેવા સ્વચ્છ ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન આપશે અને દરિયાઈ પરિવહન ક્ષેત્રમાં ગ્રીન એનર્જીના ઉપયોગને વેગ આપશે.
આ પ્રોજેક્ટથી ત્રણ હજાર 500થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકો ઊભી થશે.