આગામી 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન બેન્કના કર્મચારીઓ હડતાળ પર ઉતારી રહ્યા છે, જ્યારે આવતીકાલે શનિવારની રજા આવતી હોવાથી જાહેર જનતાએ પોતાન બેન્કિંગ વ્યવહારો આજે પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
દરમિયાન નાણા મંત્રાલયે જણાવ્યું છે કે ગ્રાહકોની સુવિધા માટે 27મી સપ્ટેમ્બર રવિવારના રોજ તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખુલ્લી રહેશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલું યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા આ મહિનાની 28 થી 30મી તારીખ સુધી બોલાવવામાં આવેલી ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.