ઓક્ટોબર 25, 2026 4:29 પી એમ(PM)

printer

ડાંગના આહવા ખાતે સ્થાયી પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ

ડાંગના મુખ્યમથક આહવા ખાતે સ્થાયી પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે. જિલ્લાના ગ્રાહકોને એક જ જગ્યાએથી શુદ્ધ પ્રાકૃતિક આહાર મળી રહે અને સ્થાનિક ખેડૂતોને તેમના ઓર્ગેનિક ઉત્પાદનોનું યોગ્ય બજાર મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ કેન્દ્ર શરૂ કરાયું છે.

આહવા તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડ –FPO દ્વારા સંચાલિત આ કાયમી વેચાણ કેન્દ્ર પરથી નાગલી, દેશી ચોખા, કઠોળ અને બિયારણો એક જ સ્થળેથી મળી રહ્યા છે. જેમાં ડાંગના ખેડૂતો એફ.પી.ઓ. પર પોતાની પેદાશોનું વેચાણ કરે છે અને ગ્રાહકો પણ અહીંથી જ ખરીદી કરે છે, જેથી પ્રાકૃતિક ખેત પેદાશો અને બિયારણ એક જ સ્થળે મળતા ખેડૂતોની સાથે ગ્રાહકોને પણ મોટી સુવિધા મળી રહી છે