અમદાવાદમાં રમાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપની ફાઇનલમાં આજે ભારતીય મહિલા ટીમ યુગાંડા સામે, જ્યારે પુરુષ ટીમ શ્રીલંકા સામે ટકરાશે. ગઈકાલે મહિલા સેમિફાઇનલમાં ભારતે શ્રીલંકાને 39-14 થી હરાવ્યું હતું. ફાઇનલ મેચ આજે સાંજે 7:30 વાગ્યે રમાશે.
ભારતીય પુરુષ ટીમે સેમિફાઇનલમાં બાંગ્લાદેશ પર 56-27 થી વિજય મેળવ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે પુરુષોની ફાઇનલ આજે રાત્રે 9 વાગ્યે રમાશે.