ભારતે જણાવ્યું કે, વૈશ્વિક પડકારોનો ઉકેલ સૈન્ય માધ્યમથી નહીં, પણ રાજદ્વારી માધ્યમથી આવશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે એટલાન્ટામાં G-20 વિદેશ મંત્રીઓની બેઠકના પહેલા પૂર્ણ સત્રમાં આ નિવેદન આપ્યું.
ડૉ. જયશંકરે આંતરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને સમુદ્રના કાયદા પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન અનુસાર, નેવિગેશનની સ્વતંત્રતા જાળવવા અને નાગરિક જહાજો અને નાવિકો પર હુમલાઓને રોકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
G20 બેઠક દરમિયાન, ડૉ. જયશંકર ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે. અમેરિકા બાદ ડૉ. જયશંકર સેન્ટ જોન્સ, એન્ટિગુઆ અને બાર્બુડાની મુલાકાત લેશે. જ્યાં તેઓ પહેલી થી ચોથી નવેમ્બર દરમિયાન યોજાનારી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.