રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મહારાષ્ટ્ર અને હરિયાણાના બે દિવસની મુલાકાલે જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મહારાષ્ટ્રના નાસિકમાં ધ્વજારોહણ સાથે સિંહસ્થ કુંભ મેળાનો આજથી પ્રારંભ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ત્ર્યંબકેશ્વરમાં ધ્વજારોહણ કરશે. સિંહસ્થ કુંભ મેળાનો પ્રારંભ ગુરુ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરે ત્યારે થાય છે. જે આજે બપોરે 12 વાગીને 2 મિનિટે થશે, અને ધ્વજારોહણ સમારોહ નાસિક અને ત્ર્યંબકેશ્વરમાં એક જ સમયે યોજાશે.
પરંપરા મુજબ, નાસિકમાં ગોદાવરીના કિનારે રામકુંડ ખાતે બે ધ્વજ ફરકાવવામાં આવશે. એક કુંભ મેળાનો મુખ્ય સિંહસ્થ ધર્મ ધ્વજ હશે, અને બીજો ગંગા ગોદાવરી મંદિરમાં પુરોહિત સંઘનો ધ્વજ હશે.
સિંહસ્થ કુંભ મેળો જુલાઈ 2028 સુધી ચાલશે. જોકે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2027 માં પવિત્ર સ્નાનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. સમગ્ર મેળામાં લગભગ 12 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી અપેક્ષા છે.
આવતીકાલે, રાષ્ટ્રપતિ મુર્મુ કુરુક્ષેત્રમાં હરિયાણા રાજ્યની રચનાના 60મા વર્ષ નિમિત્તે ‘હિરક જયંતિ‘ ઉજવણીમાં હાજરી આપશે. તેઓ કુરુક્ષેત્રના ગુરુકુળ ખાતે સ્વામી શ્રદ્ધાનંદજીના બલિદાનની શતાબ્દી નિમિત્તે વાર્ષિક ઉત્સવમાં પણ હાજરી આપશે.