ઓક્ટોબર 31, 2026 8:59 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એકતા નગર ખાતે 400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકર્પણ – ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતીમાં આજે સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે 400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે. ગુજરાતની મુલાકાતના બીજા અને અંતિમ દિવસે, શ્રી મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરશે. 

દરમિયાન ગઈકાલે, પ્રધાનમંત્રીએ એકતા નગર ખાતે ‘ભારત પર્વ 2026′નું ઉદ્ઘાટન કર્યું. 15 નવેમ્બર સુધી ચાલનારો આ ઉત્સવ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત‘ની વિષયવસ્તુ હેઠળ ભારતની સાંસ્કૃતિક વિવિધતા, પરંપરાઓ, ભોજન, હસ્તકલા અને વારસાની ઉજવણી કરે છે.

શ્રી મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત લીધી. તેમણે બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયની પ્રતિષ્ઠિત કૃતિ ‘આનંદ મઠ‘ ની નાટ્ય પ્રસ્તુતિ પણ નિહાળી હતી. પ્રધાનમંત્રી નર્મદા આરતીમાં સહભાગી થયા અને તેમણે એકતા પ્રકાશ પર્વ નિહાળ્યું હતું.

શ્રી મોદીએ ગઇકાલે સવારે બનાસકાંઠા જિલ્લામાં 14 હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો છૂટો કર્યો હતો.