કોલંબિયામાં શક્તિશાળી ભૂકંપને કારણે થયેલા વ્યાપક વિનાશ બાદ બચાવ ટીમોએ ચુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. સોમવારે વહેલી સવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તે બાદ અસરગ્રસ્ત શહેરોમાંથી મળેલા અહેવાલો મુજબ મંગળવાર સુધીમાં મૃત્યુઆંક 200 ની આસપાસ પહોંચી ગયો છે.
કાલીમાં લગભગ 101 લોકોના મોત થયા છે જ્યારે 95 લોકો માર્યા ગયા છે. ભૂકંપથી અનેક ઇમારતો, ઘરો, શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોને નુકસાન થયું છે. કોલંબિયાના રાષ્ટ્રપતિએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ઘર ગુમાવનારા લોકોને નાણાકીય સહાયની ખાતરી આપી.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભૂકંપમાં થયેલા જાનહાનિ અને વિનાશ પર દુઃખ વ્યક્ત કર્યું છે. પોતાના સંદેશમાં ડૉ. જયશંકરે પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે ભારત શક્ય તેટલી બધી મદદ કરવા તૈયાર છે.