સપ્ટેમ્બર 14, 2026 3:29 પી એમ(PM)

printer

દેશમાં કોલસાની હરાજીથી 47 હજાર 500 કરોડ રૂપિયાની વાર્ષિક આવક અને ચાર લાખથી વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થવાનો અંદાજ

સરકારે જણાવ્યું કે, વર્ષ 2020થી અત્યારસુધીમાં નવ રાજ્યોમાં 147 કોલસા બ્લોકની હરાજી કરવામાં આવી છે. કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે, કોલસાની હરાજીથી લગભગ 47 હજાર 500 કરોડ રૂપિયાની વાર્ષિક આવક અને રોજગારી ચાર લાખથી વધુ તકો ઉપલબ્ધ થવાનો અંદાજ છે.

મંત્રાલયે જણાવ્યું કે, ગત નાણાકીય વર્ષમાં ફાળવેલ વાણિજ્યિક ખાણોમાંથી લગભગ ત્રણ હજાર 90 કરોડ રૂપિયાની કુલ આવક થઈ છે. છેલ્લા દાયકામાં દેશમાં કોલસા બ્લોક ફાળવણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સમગ્ર હરાજી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે.