મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં શ્રી વાળીનાથ ગુરુકુળનું લોકાર્પણ કર્યું. અમારા મહેસાણાના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે આ અવસરે આયોજિત સમારોહમાં શ્રી પટેલે યુવાનોને મોબાઈલ સ્ક્રીનથી દૂર રહી મેદાનમાં શારીરિક રમતો રમવા અને વ્યસનમુક્તિના અભિયાનમાં જોડાવા હાકલ કરી હતી.
અહી ભક્તોની સુવિધા માટે સોલર અને ઇલેક્ટ્રીકલની કામગીરી માટે 2 કરોડ 69 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું ઉપસ્થિત ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ બાબુ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમ અગાઉ મુખ્યમંત્રીએ મંદિરના પ્રાંગણમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.