મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરમાં ધોરણ એક થી પાંચ વિદ્યા સહાયક ભરતી-2026 અંતર્ગત પસંદગી પામેલ ઉમેદવારોને ભલામણ પત્ર એનાયત કરશે. આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ અડાલજ ખાતે યોજાશે.
ઓક્ટોબરના અંતમાં જિલ્લા પસંદગી અને શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે લાયક ઉમેદવારોને ભલામણ પત્ર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.