ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદમાં પહોંચ્યા બાદ તેમણે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રધ્ધાંજલી અર્પી હતી . તેમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધી સરદાર પટેલની જન્મ અને કર્મ ભૂમિ ગુજરાતની પાવન ધરતી ઉપર આવવાનો ગર્વ છે.
આજે દિવસ દરમિયાન જ્ઞાનેશકુમાર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સાથે ચર્ચામાં ભાગ લેશે. AMA ઓડિટોરિયમમાં તેઓ વક્તવ્ય આપશે તેમજ પ્રશ્નોત્તરી સેશન યોજાશે. આવતીકાલે તેઓ ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હોલ ખાતે રાજ્યભરમાંથી આવેલા 500થી વધુ BLO સાથે મુખ્ય સંવાદ કરશે.