ઈરાનના દરિયાકાંઠાના હોર્મોઝગન પ્રાંતના કેશ્મ આઇલેન્ડ, સિરિક અને મીનાબ કાઉન્ટીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો થયાના અહેવાલ છે. વિસ્ફોટો અંગે ઈરાને અહેવાલ આપ્યો છે કે સિરિક અને મીનાબના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાપાયે વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. હોર્મોઝગન ગવર્નરેટે જણાવ્યું હતું કે ધડાકાઓના અવાજો સમુદ્રમાં સંભળાયા હતા.
દરમિયાન, આરબ અને સાઉદી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સાઉદી અરેબિયામાં કિંગ ફહદ એર બેઝ નજીક અનેક વિસ્ફોટો થયા છે. સાઉદી શહેર તૈફમાં પણ વિસ્ફોટના અવાજો સંભળાયા હોવાનું જાણવા મળ્યું છે. આ અહેવાલો અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધતા તણાવના સંકેત આપી રહ્યાં છે..
દરમિયાન વધતા તણવા વચ્ચે ટ્રમ્પે કહ્યું છે કે આગામી અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણીઓ પછી ઈરાન સાથેનું યુદ્ધ “તાત્કાલિક” સમાપ્ત થઈ જશે. ટેક્સાસના ડલ્લાસમાં રિપબ્લિકન સંમેલનમાં જતા અગાઉ બોલતા, ટ્રમ્પે તેહરાન પર વોશિંગ્ટનમાં રાજકીય નેતૃત્વમાં પરિવર્તન માટે અમેરિકન મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.
અગાઉ, ઈરાને યમનના હુતી ચળવળ સાથેના તેના સંબંધો અંગેના યુએસના આરોપોને નકારી કાઢ્યા હતા. હુથીઓ ઈરાની પ્રોક્સી તરીકે કામ કરતાં હોવાના
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોના દાવાને ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઇએ ફગાવી દીધો હતો.