મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આજથી ગોવાના બે દિવસના પ્રવાસે જશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય પાયાના સ્તરે ચૂંટણી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો છે.
આજે બૂથ-સ્તરના અધિકારીઓ સાથે ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે ચૂંટણી સાક્ષરતા ક્લબ અને ECI નેટ પર એક પરિષદ યોજાશે. આ પરિષદ યુવાનો અને અન્ય હિસ્સેદારોને મતદાતા જાગૃતિ અને ડિજિટલ પહેલમાં જોડશે.
આ કાર્યક્રમ દરમિયાન એક ખાસ પ્રદર્શન પણ યોજાશે, જેમાં ચૂંટણી પંચની મુખ્ય પહેલ અને સિદ્ધિઓ દર્શાવવામાં આવશે.