ઓક્ટોબર 25, 2026 5:56 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય એકતા દિવસ સંદર્ભે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મોટર સાયકલ રેલી યોજાઈ

આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ જિલ્લાઓમાં મોટર સાયકલ રેલીઓ યોજાઈ. જિલ્લાવાર જોઈએ તો છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ તેમજ અધિકારીઓ દ્વારા મોટરસાયકલ રેલીમાં સવાર જવાનોને ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું.

પ્રસંગે જિલ્લાની આગવી ઓળખ એવા ટીમલીના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યાં. જિલ્લા પોલીસ વડા દ્વારા લીલી ઝંડી બતાવી આ રેલીને સ્ટેચ્યૂ ઑફ યૂનિટી તરફ પ્રસ્થાન કરાવાયું.

નશામુક્તિના સંદેશ સાથે ઑલ ઈન્ડિયા નૅશનલ મોટરસાયકલ રેલી મોટી દમણના લાઈટહાઉસ ખાતે પહોંચતા, D.I.G. સંતોષ મીણાએ સૌને નશામુક્તિના શપથ લેવડાવ્યા. આ રેલીમાં તમિલનાડુ, ગૉવા, લક્ષદ્વિપ અને મહારાષ્ટ્ર સહિત કુલ 11 રાજ્યોના અને કેન્દ્રશાસિત પ્રદેશોના જવાનો જોડાયા હતા.