સપ્ટેમ્બર 18, 2026 7:24 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારે જથ્થાબંધ ગ્રાહકો માટે ખાંડની સંગ્રહમર્યાદા 15 દિવસથી વધારીને 30 દિવસ કરી

કેન્દ્ર સરકારે જથ્થાબંધ ગ્રાહકો માટે ખાંડની સંગ્રહમર્યાદા 15 દિવસથી વધારીને 30 દિવસ કરી દીધી છે. આ છૂટછાટ એ શરતે આપવામાં આવી છે કે પ્રવર્તમાન 15 દિવસની મર્યાદા કરતાં વધુ સ્ટોક કરવામાં આવેલી ખાંડનો જથ્થો માત્ર એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ અને ટેરિફ રેટ કોટા હેઠળ આયાત કરાયેલી ખાંડમાંથી જ મેળવવો પડશે.

ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે ખુલ્લા બજારમાંથી ખાંડની ખરીદી માટે સ્ટોક મર્યાદા યથાવત રહેશે અને તે માત્ર 15 દિવસના વપરાશ સુધી જ મર્યાદિત રહેશે. આ નિર્ણય સરકારે ખાંડના મુખ્ય જથ્થાબંધ વપરાશકારો સાથે વિગતવાર વિચાર-વિમર્શ કર્યા બાદ લીધો છે.