સપ્ટેમ્બર 1, 2026 7:49 પી એમ(PM)

printer

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ ગુજરાતના અમદાવાદ વિમાનમથક પર હબ ઍન્ડ સ્પૉક આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓનો પ્રારંભ કરાવ્યો.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ આજે ગુજરાતમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હબ ઍન્ડ સ્પૉક આંતર-રાષ્ટ્રીય ઉડાન સેવાઓનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે આ સેવાના પ્રારંભ અંગે શહેરીજનોને અભિનંદન પાઠવ્યા. વધુમાં શ્રી નાયડુએ કહ્યું, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારત ઘણું આગળ વધ્યું છે. આ પ્રસંગે તેમણે દેશમાં આગામી 10 વર્ષમાં નવા 100 વિમાનમથક બનાવવાની પણ જાહેરાત કરી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે, ઍર ઇન્ડિયા દ્વારા સંચાલિત પહેલી ઈઝી કનેક્ટ સેવા ઉડાન A.I.-1121 અમદાવાદથી રવાના થશે. આ ઉડાન દિલ્હી થઈ વિશ્વભરના વિવિધ સ્થળ પર યાત્રી સેવા ઉપલબ્ધ કરાવશે.