રાષ્ટ્રીય

જુલાઇ 11, 2024 3:35 પી એમ(PM)

views 79

શ્રીલંકાના નૌકાદળે 13 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે, તેમને કનકેસંથુરાઈ બંદરે લઈ જવાયા છે

શ્રીલંકાના નૌકાદળે 13 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે, તેમને કનકેસંથુરાઈ બંદરે લઈ જવાયા છે. પુડુકોટ્ટાઈના માછીમારો કાચાથીવુ નજીક માછીમારી કરી રહ્યા હતા, ત્યારે શ્રીલંકન નૌકાદળ દ્વારા તેમની ધરપકડ કરાઇ હતી. શ્રીલંકાના નૌકાદળે ગત પહેલી જુલાઈએ પણ આંતરરાષ્ટ્રીય જળસીમામાં 25 ભારતીય માછીમારોને પકડ્યા હતા.

જુલાઇ 11, 2024 3:26 પી એમ(PM)

views 72

ઉત્તર પ્રદેશમાં પૂરને પગલે છેલ્લા 24 કલાકમાં વધુ 22 લોકોનાં મૃત્યુ થયાં છે

ઉત્તર પ્રદેશમાં પૂરને પગલે છેલ્લા 24 કલાકમાં વધુ 22 લોકોનાં મૃત્યુ થયાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રવસ્તીના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઉત્તરપ્રદેશમાં અમારા સંવાદદાતા જણાવે છે કે, પ્રતાપગઢમાં 11, સુલ્તાન પુરમાં 6, જ્યારે ચંદૌલીમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા.

જુલાઇ 11, 2024 3:25 પી એમ(PM)

views 56

પૂર અસરગ્રસ્ત આસામમાં સ્થિતિ સુધરી છે. રાજ્યની મોટાભાગની નદીઓ જોખમી સ્તરથી નીચે વહી રહી છે

પૂર અસરગ્રસ્ત આસામમાં સ્થિતિ સુધરી છે. રાજ્યની મોટાભાગની નદીઓ જોખમી સ્તરથી નીચે વહી રહી છે. પૂરને પગલે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં વિવિધ ઘટનાઓમાં વધુ 24 લોકોના મોત થયા હતા.

જુલાઇ 11, 2024 3:21 પી એમ(PM)

views 59

આજે દેશ અને દુનિયાભરમાં વિશ્વ વસતી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા છે

આજે દેશ અને દુનિયાભરમાં વિશ્વ વસતી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા છે. વિશ્વની વધતી જતી વસતીને કારણે સર્જાતી તકો તેમજ પડકારોને ધ્યાનમાં રાખીને પ્રતિ વર્ષ 11મી જુલાઈના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. વસતી સંદર્ભેની સમસ્યાઓના મહત્વ પર ધ્યાન કેન્દ્રીય કરવા હેતુથી 1989માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક...

જુલાઇ 11, 2024 3:18 પી એમ(PM)

views 52

ફિલિપાઇન્સના સુલતાન કુદરત પ્રાંતમાં આજે સવારે સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ફિલિપાઇન્સના સુલતાન કુદરત પ્રાંતમાં આજે સવારે સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણ પશ્ચિમમાં 722 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ફિલિપાઈન્સના બીજા સૌથી મોટા ટાપુ મિંડાનાઓ નજીકના પ્રાંતોમાં પણ આંચકા અનુભવાયા હતા, જો કે કોઈ નુકસાનના અહેવાલ નથી.

જુલાઇ 11, 2024 3:15 પી એમ(PM)

views 69

ઇન્ડોનેશિયામાં અનધિકૃત સોનાની ખાણમા થયેલા ભૂસ્ખલનમા ફસાયેલા કામદારોની શોધ અટકાવી દેવાઈ છે

ઇન્ડોનેશિયામાં અનધિકૃત સોનાની ખાણમા થયેલા ભૂસ્ખલનમા ફસાયેલા કામદારોની શોધ અટકાવી દેવાઈ છે. ગત રવિવારે સુલાવેસી ટાપુ પર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં લગભગ 23 લોકોના મોત અને 33 લોકો ગુમ થયાની પુષ્ટિ થઈ છે. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સીએ જણાવ્યા પ્રમાણે ખાણકામના સ્થળેથી 18 ઘાયલ લોકોને બચ...

જુલાઇ 11, 2024 3:12 પી એમ(PM)

views 57

અમરનાથ યાત્રાના આજે 12મા દિવસે 19 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે

અમરનાથ યાત્રાના આજે 12મા દિવસે 19 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે. દરમિયાન આજે 4 હજાર 885 શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાના દર્શન માટે ભગવતીનગર યાત્રિ નીવાસ ખાતેથી રવાના થયા છે. જેમાં ત્રણ હજાર 22 પુરુષો, એક હજાર 86 મહિલાઓ, 14 બાળકો, 111 સાધુ અને 52 સાધવીઓ સામેલ છે.

જુલાઇ 11, 2024 3:04 પી એમ(PM)

views 105

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બજેટ સંદર્ભે વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે. શ્રી મોદી આગામી કેન્દ્રીય બજેટ પર પોતાના વિચાર અને સૂચનો રજૂ કરશે. બેઠકમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી સહિતના અન્ય સભ્યો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, આગામી 22મી ...

જુલાઇ 11, 2024 11:26 એ એમ (AM)

views 50

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હીમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે.

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હીમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે. શ્રી મોદી આગામી કેન્દ્રીય બજેટ પર પોતાના વિચાર અને સૂચનો રજૂ કરશે. બેઠકમાં અર્થસાસ્ત્રીઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી સહિતના અન્ય સભ્યો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે આગામી 22 જુલાઈથી સંસદનુ બજેટ...

જુલાઇ 10, 2024 12:09 પી એમ(PM)

views 53

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ઑસ્ટ્રિયા પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ઑસ્ટ્રિયા પહોંચ્યા હતા.ઑસ્ટ્રિયાના વિએનામાં ભારતીય સમુદાયના લોકો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ત્રણ દિવસના વિદેશ પ્રવાસે નિકળેલા પ્રધાનમંત્રી મોદી રશિયામાં 22માં ભારત-રશિયા શિખર સંમેલન બાદ ઑસ્ટ્રિયા માટે રવાના થયા હતા. 41 વર્ષોમાં પહેલીવાર કોઈ ભારતીય પ્રધાનમંત્ર...