સરકારે ચાલુ પખવાડિયા માટે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ – ATFની નિકાસ પર સુધારેલા કર જાહેર કર્યા છે. જે અંતર્ગત પેટ્રોલની નિકાસ પરનો કર અઢી રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની નિકાસ પર સાડા આઠ રૂપિયા પ્રતિ લિટર રહેશે. જ્યારે ATFની નિકાસ પર સાડા દસ રૂપિયા પ્રતિ લિટર કર લાગશે.
સુધારેલા દરો આજથી અમલમાં આવ્યા છે. જોકે સ્થાનિક વપરાશ માટે ઉપલબ્ધ પેટ્રોલ અને ડીઝલ પરના હાલના એક્સાઇઝ ડ્યુટી દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી.