ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે રાયપુરમાં ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.
શ્રેણીની બીજી મેચ 18 ઓક્ટોબરે અને ત્રીજી મેચ 20 ઓક્ટોબરે રમાશે. ત્રણેય મેચ રાયપુરમાં સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈના સૂચન પર, મહિલા દર્શકોને ત્રણેય T20 મેચ માટે સ્ટેડિયમમાં મફત પ્રવેશ આપવામાં આવશે.
T20 શ્રેણી પછી, બંને ટીમો ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ પણ
રમશે. આ મેચ 23, 25 અને 28 ઓક્ટોબરે વડોદરાના કોટંબીના BCA સ્ટેડિયમમાં યોજાશે.