ઓક્ટોબર 16, 2026 3:29 પી એમ(PM)

printer

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીનો આજે રાયપુરમાં મુકાબલો

મહિલા ક્રિકેટમાં આજે રાયપુરમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પહેલી મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થશે. શ્રેણીની બીજી મેચ 18 ઓક્ટોબરે અને ત્રીજી મેચ 20 ઓક્ટોબરે રમાશે. ત્રણેય T20 મેચમાં મહિલા દર્શકોને સ્ટેડિયમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

T20 શ્રેણી પછી, બંને ટીમો વચ્ચે ત્રણ એક દિવસીય મેચ પણ રમાશે. આ મેચ 23, 25 અને 28 ઓક્ટોબરે વડોદરાના કોટંબીના BCA સ્ટેડિયમ ખાતે રમાશે.