ઓક્ટોબર 16, 2026 10:50 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ – ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ, તેઓ સૌપ્રથમ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ ખાતે ગચ્છાધિપતિ પરમપૂજ્ય નરરત્ન સૂરિશ્વરજી મહારાજ સાહેબનાં દર્શન કરશે. ત્યારબાદ બપોરે શ્રી શાહ પાલડીમાં શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ ખાતે ગચ્છાધિપતિ પરમપૂજ્ય ઉદયપ્રભ સૂરિશ્વરજી મહારાજ સાહેબના દર્શન કરશે. સાંજે તેઓ ગાંધીનગરમાં રૂપાલમાં શક્તિપીઠ શ્રી વરદાયિની માતાજી મંદિર પરિસરમાં પૂજા-અર્ચના કરશે. તેમજ ભગવાન શિવજીની 81 ફૂટ ઉંચી પ્રતિમાનું ખાતમુહૂર્ત કરશે.

ત્યારબાદ શ્રી શાહ માણસામાં બહુચર માતા મંદિરમાં માતાજીની આરતીમાં સહભાગી થશે. રાત્રે તેઓ કોલવડામાં શ્રી રામજી મંદિરમાં નવરાત્રિ યુવક મંડળ દ્વારા આયોજિત રાસગરબા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.