રાષ્ટ્રીય

ડિસેમ્બર 22, 2025 1:43 પી એમ(PM)

views 25

રાષ્ટ્રીય રાજધાની અને એનસીઆર ક્ષેત્રમાં આજે ગાઢ ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ્સ અને ટ્રેનોના સમયપત્રક ખોરવાયા

રાષ્ટ્રીય રાજધાની અને એનસીઆર ક્ષેત્રમાં આજે ગાઢ ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ્સ અને ટ્રેનોમાં વિક્ષેપ પડ્યો હતો. આકાશવાણી સમાચાર સાથે વાત કરતાં દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓછી દૃશ્યતાને કારણે લગભગ 10 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ભારતીય રેલ્વેના દિ...

ડિસેમ્બર 22, 2025 1:42 પી એમ(PM)

views 18

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરો સુરક્ષિત, સરકારે ઘટનાનો રિપોર્ટ માંગ્યો

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું , જો કે તમામ મુસાફરો સુરક્ષિત છે. આજે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી મુંબઈ માટે રવાના થયેલ એર ઇન્ડિયાનું વિમાન AI-887 ને ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી જ હવામાંથી પાછું બોલાવવામ...

ડિસેમ્બર 22, 2025 1:42 પી એમ(PM)

views 25

ભારત અને ન્યુઝીલેન્ડે ઐતિહાસિક, મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરાર (FTA) કર્યો

ભારત અને ન્યુઝીલેન્ડે ઐતિહાસિક, મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરાર (FTA) કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ન્યુઝીલેન્ડ સમકક્ષ ક્રિસ્ટોફર લક્સને આજે આ જાહેરાત કરી. શ્રી મોદીએ આજે શ્રી લક્સન સાથે ટેલિફોન પર વાતચીત કરી. આ વર્ષે માર્ચમાં શ્રી લક્સનની ભારત મુલાકાત દરમિયાન વાટા...

ડિસેમ્બર 22, 2025 8:35 એ એમ (AM)

views 39

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અરૂણાચલમાં ભાજપ અને મહારાષ્ટ્રમાં ભાજપ સહિતના પક્ષોના મહાયુતિ ગઠબંધનનો વિજય

અરુણાચલ પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે. 15 ડિસેમ્બરે યોજાયેલી જિલ્લા પરિષદ અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી છે.રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે રાત્રે ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર કર્યા હતા. ભાજપે 245 જિલ્લા પરિષદની બેઠકોમાંથી 170 બેઠકો જીતી હતી. પીપીએ 28 ...

ડિસેમ્બર 22, 2025 8:33 એ એમ (AM)

views 51

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શાંતિ બિલ તથા જી રામ જી બિલને મંજૂરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટકાઉ પરમાણુ ઊર્જા ઉપયોગ અને વિકાસ, ભારત રૂપાંતર બિલ, 2025 – શાંતિ બિલને મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિએ ગઈકાલે સંસદના શિયાળુ સત્રમાં પસાર થયેલા આ બિલને સંમતિ આપી હતી. આ બિલ નાગરિક પરમાણુ ક્ષેત્રને લગતા તમામ કાયદાઓને એકીકૃત કરે છે અને તેમાં પરમાણુ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીની પણ ...

ડિસેમ્બર 22, 2025 8:32 એ એમ (AM)

views 58

સરકાર ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવા માટે સતત કાર્યરત – પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવા માટે દિવસ-રાત કામ કરી રહી છે.પ્રધાનમંત્રી ગઈકાલે આસામના દિબ્રુગઢના નામરૂપમાં 10 હજાર 601 કરોડ રૂપિયાના એમોનિયા-યુરિયા ખાતર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ આ મુજબ જણાવ્યું.શ્રી મોદીએ ભાર મૂક્યો કે, દેશના ખેડૂતો અને અન્ન દાત...

ડિસેમ્બર 22, 2025 8:31 એ એમ (AM)

views 119

સરકારે અરવલ્લી પર્વતમાળા અને ઇકોલોજી પર કોઈ ખતરો નહીં હોવાની સ્પષ્ટતા કરી

સરકારે અરવલ્લી પર્વતમાળા અને ઇકોલોજી પર કોઈ ખતરો નહીં હોવાની સ્પષ્ટતા કરી છે.પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું કે ચાલુ વૃક્ષારોપણ, ઇકો-સેન્સિટિવ ઝોન સૂચનાઓ, ખાણકામ અને શહેરી પ્રવૃત્તિઓનું કડક નિરીક્ષણ ખાતરી કરે છે કે અરવલ્લી રાષ્ટ્ર માટે કુદરતી વારસો અને પર્યાવરણી...

ડિસેમ્બર 21, 2025 7:49 પી એમ(PM)

views 33

રાષ્ટ્રપતિએ વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન-ગ્રામીણ વિકસિત ભારત- જી રામ જી બિલ, 2025 ને મંજૂરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન-ગ્રામીણ વિકસિત ભારત- જી રામ જી બિલ, 2025 ને મંજૂરી આપી છે. સંસદે શિયાળુ સત્ર દરમિયાન આ બિલ પસાર કર્યું. આ કાયદો ગ્રામીણ પરિવારો માટે વૈધાનિક વેતન રોજગાર ગેરંટીને નાણાકીય વર્ષમાં 125 દિવસ સુધી લંબાવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતુ...

ડિસેમ્બર 21, 2025 7:47 પી એમ(PM)

views 28

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ડિબ્રુગઢ જિલ્લાના નામરૂપમાં 10 હજાર 600 કરોડથી વધુના ખાતર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ડિબ્રુગઢ જિલ્લાના નામરૂપમાં 10 હજાર 600 કરોડથી વધુના ખર્ચે ખાતર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રદેશમાં ખાતર ઉત્પાદનને મજબૂત બનાવવા અને કૃષિ વિકાસને ટેકો આપવાનો છે. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટ ખાતરની આયાત પરની નિર્ભરતા ઘટ...

ડિસેમ્બર 21, 2025 7:46 પી એમ(PM)

views 29

ભારતીય અવકાશ સંશોધન સંગઠન બુધવારે સંચાર ઉપગ્રહ બ્લુબર્ડ બ્લોક-2 નું પ્રક્ષેપણ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન - ISRO બુધવારે સંચાર ઉપગ્રહ બ્લુબર્ડ બ્લોક-2 નું પ્રક્ષેપણ કરશે. અમેરિકા સ્થિત AST સ્પેસમોબાઇલ કંપનીની માલિકીનો આ ઉપગ્રહ LVM-3-M6 રોકેટ દ્વારા પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત થનાર અત્યાર સુધીનો સૌથી મોટો વાણિજ્યિક ઉપગ્રહ હશે. આ બ્લુબર્ડ બ્લોક-2 ઉપગ્રહ આગામી પેઢી માટે...