સપ્ટેમ્બર 8, 2026 10:20 એ એમ (AM)

printer

આવતીકાલથી યોજનારા વિધાનસભાના ચોમાસુ સત્ર અગાઉ કામકાજ સમિતિની બેઠક યોજાઇ – કુલ નવ વિધેયક રજૂ થશે

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત અગાઉ કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ ગઈ હતી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સત્રના કામકાજની રૂપરેખા અને એજન્ડા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના તુષાર ચૌધરી અને શૈલેષ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચોમાસુસત્ર નવથી 11  સપ્ટેબરે યોજાશે જેમાં કુલ નવ વિધેયક રજૂ થશે.