પાંચમી સપ્ટેમ્બરે અમદાવાદની ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કેસમાં બે આરોપીઓની ચૈન્નાઇ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરતા હાઈકોર્ટ રજિસ્ટ્રારને જે ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો તે ચેન્નઈથી કરાયાનું ખૂલ્યું. ટીમે ચેન્નઈ જઈ સુરતના અશફાક તેમજ મધ્યપ્રદેશના રાજેશ મુનિયા એમ બે શખ્સોને ઝડપી લીધા. અમદાવાદ લાવી બંનેની પૂછપરછ કરાતા બંને NDPSના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ હતા અને હાલ પેરોલ પર બહાર છે.
પાંચમી સપ્ટેમ્બરે કોર્ટની તારીખ હોય તેમાં હાજર ન રહેવું પડે તે માટે ધમકીભર્યો મેઈલ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, તેમ અમદાવાદ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતે કહ્યું હતું.