રાષ્ટ્રીય

જાન્યુઆરી 1, 2025 6:50 પી એમ(PM)

views 25

એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ આજે ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડનો હવાલો સંભાળ્યો

એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ આજે ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડનો હવાલો સંભાળ્યો છે. તેઓ ડિસેમ્બર 1986માં ભારતીય વાયુસેનામાં ફાઈટર પાઈલટ તરીકે જોડાયા હતા. તેમની 38 વર્ષની સેવા દરમિયાન તેઓ સંસ્થામાં મહત્વના હોદ્દા પર રહ્યા. તેઓ એર માર્શલ પંકજ સિન્હાનું સ્થાન લેશે જેઓ 39 વર્ષથી વધુની સેવા પછી નિવૃત્ત...

જાન્યુઆરી 1, 2025 6:48 પી એમ(PM)

views 18

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓ પરના હુમલા અટકાવવા અંગેના કરાર હેઠળ બંને દેશોએ આજે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓની યાદીની આપ-લે કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓ પરના હુમલા અટકાવવા અંગેના કરાર હેઠળ બંને દેશોએ આજે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓની યાદીની આપ-લે કરી હતી. આ દસ્તાવેજોની નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં વિવિધ રાજદ્વારી માધ્યમો દ્વારા આપ-લે કરવામાં આવી હતી. બંને દેશોએ આ સંબંધમાં 31 ડિસેમ્બર 1988ન...

જાન્યુઆરી 1, 2025 2:33 પી એમ(PM)

views 60

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરામાં રોપ-વે પ્રોજેક્ટ વિરુદ્ધ આંદોલન બંધ કરાયું

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરામાં રોપ-વે પ્રોજેક્ટ વિરુદ્ધ આંદોલન બંધ કરાયું છે. અમારા જમ્મુના સંવાદદાતાએ જણાવ્યું છે કે સરકાર અને સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે થયેલી સમજૂતી બાદ ગઈકાલે સાંજે સાતમા દિવસે આંદોલન બંધ કરાયું હતું.

જાન્યુઆરી 1, 2025 2:28 પી એમ(PM)

views 36

દેશના ઉત્તરી ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેનની અવરજવર પર અસર

દેશના ઉત્તરી ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેનની અવરજવર પર અસર થઈ છે. ભારતીય રેલવેના જણાવ્યા મુજબ, દિલ્હી આવનારી 22 ટ્રેન 2 કલાક સુધી મોડી ચાલી રહી છે, જેમાં અયોધ્યા એક્સપ્રેસ, પાતાલકોટ એક્સપ્રેસ, કૈફિયત એક્સપ્રેસ, તેલંગાણા એક્સપ્રેસ અને પદ્માવતી એક્સપ્રેસ સામેલ છે. મુસાફરોને સ્ટેશન પર જતા પહ...

જાન્યુઆરી 1, 2025 2:25 પી એમ(PM)

views 28

પ્રયાગરાજના કુંભમેળામાં આ વર્ષે 2 હજાર ડ્રોન સાથેનો ડ્રોન શો યોજાશે

વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે ઉજવાતો મહાકુંભ મેળો, આસ્થા, સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાનું આકર્ષક સંગમ છે. હિંદુ પૌરાણિક કથાઓમાં મૂળ, આ પવિત્ર મેળો 12 વર્ષમાં એક વખત થાય છે, જે ભારતના હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજ ચાર ધાર્મિક શહેરો વચ્ચે યોજાય છે: 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી,...

જાન્યુઆરી 1, 2025 2:23 પી એમ(PM)

views 45

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ,ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા વર્ષ 2025ના અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ,ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા વર્ષ 2025ના અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ નાગરિકોને એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવા સાથે મળીને કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો હતો. ભારત અને વિશ્વ માટે વધુ સ...

જાન્યુઆરી 1, 2025 2:20 પી એમ(PM)

views 34

સમગ્ર વિશ્વમાં ધામધૂમ, ઉત્સાહ, આતશબાજી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આનંદની સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું

સમગ્ર વિશ્વમાં ધામધૂમ, ઉત્સાહ, આતશબાજી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આનંદની સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું. સૌથી પહેલા પ્રશાંત ક્ષેત્રના કિરીબતિમાં નવા વર્ષનું સ્વાગત કરાયું. નવા વર્ષનો સ્વાગત સમારોહ અમેરિકી સમોઆમાં સૌથી છેલ્લે યોજાયો હતો. જ્યારે સિડનીથી લંડન સુધી નવા વર્ષને આશા અને આકાંક્ષાઓની...

જાન્યુઆરી 1, 2025 2:19 પી એમ(PM)

views 66

સરકાર દ્વારા આજથી વન નૅશન વન સબ્સ્ક્રિપ્શન યોજનાનો પ્રારંભ કરાયો

સરકારે આજથી વન નૅશન વન સબ્સ્ક્રિપ્શન - ONOS યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને સિંગલ સબ્સ્ક્રિપ્શન પ્લૅટફોર્મ અંતર્ગત સંશોધનપત્ર, જર્નલો અને શૈક્ષણિક સામગ્રી સહિત વ્યાપક ડિજિટલ જ્ઞાન સંશાધનો સુધી અવિરત પહોંચ ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજનાથી વિવિધ જગ્યાએ સબ્સ્ક્રિપ્શન લેવાની જરૂર ન...

જાન્યુઆરી 1, 2025 2:17 પી એમ(PM)

views 32

દેશનું માળખાકીય ઉત્પાદન નવેમ્બર મહિનામાં ઉચ્ચ સ્તરે પહોંચ્યું

ભારતનું માળખાકીય ઉત્પાદન નવેમ્બરમાં ચાર મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે, જેનું દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં યોગદાન અંદાજે 40 ટકા જેટલું છે. નવેમ્બર દરમિયાન આઠ મુખ્ય ક્ષેત્રોમાંથી છ ક્ષેત્રમાં વૃદ્ધિના કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. સિમેન્ટ, કોલસો, વીજળી, રિફાઈનરી, ચીજવસ્તુઓ અને ખાતરના ઉત્પાદનમાં સકારાત્...

જાન્યુઆરી 1, 2025 8:21 એ એમ (AM)

views 69

નવી આશા, ઉમંગ અને પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ

નવી આશા, નવા ઉમંગ અને નવા પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ થયો છે. દેશભરમાં લોકોએ નવા વર્ષને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. નવા વર્ષની વહેલી સવારથી જ દેશભરના લોકો પોતાના સ્નેહીઓને નવા વર્ષની શુભેચ...