ઓક્ટોબર 31, 2026 8:43 એ એમ (AM)

printer

ISROએ નેવિગેશન ઉપગ્રહ, NVS-03નું સફળ પ્રક્ષેપણ કરી વધુ એક સિદ્ધિ હાંસલ કરી

ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ISROએ નવી પેઢીના નેવિગેશન ઉપગ્રહ, NVS-03 નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરી વધુ એક સિદ્ધિ હાંસલ કરી.  આ પ્રક્ષેપણ ભારતની ઉપગ્રહ-આધારિત નેવિગેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવશે.

ગઈકાલે રાત્રે, GSLV-F18 રોકેટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ બાદ ઉપગ્રહ સફળતાપૂર્વક રોકેટથી અલગ થયો અને તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો. NVS-03 એ ISRO ની બીજી પેઢીના નેવિગેશન ઉપગ્રહ શ્રેણીનો ત્રીજો ઉપગ્રહ છે. જેનો ઉદ્દેશ્ય ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ, NavIC ની સેવાઓને સુધારવા અને વધારવાનો છે. આ સિસ્ટમ અમેરિકાની GPS સિસ્ટમનો સ્વદેશી વિકલ્પ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ISRO ના વૈજ્ઞાનિકો, ઇજનેરો અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે આ મિશન ભારતની સ્વદેશી ઉપગ્રહ નેવિગેશન સિસ્ટમને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

 ISROના વડા ડૉ. વી. નારાયણને પણ મિશનની સફળતા બદલ વૈજ્ઞાનિકો, ઇજનેરો, ઔદ્યોગિક ભાગીદારો અને શૈક્ષણિક સંસ્થાઓને અભિનંદન આપ્યા.