ઓગસ્ટ 21, 2026 8:48 એ એમ (AM)

printer

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમા ભારતીય શટલરો આજે ચીનના ખેલાડીઓ સામે ક્વાર્ટર ફાઇનલમાં રમશે

બેડમિન્ટનમાં, ભારતીય શટલરો આજે નવી દિલ્હીમાં ચાલી રહેલી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026માં કોર્ટ પર ઉતરશે. પુરુષ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી, જ્યારે મહિલા ડબલ્સમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય પડકાર રજૂ કરશે.
પુરુષ ડબલ્સમાં સાત્વિક અને ચિરાગની જોડીનો મુકાબલો ચીનની જોડી સામે થશે. ભારતીય જોડી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મજબૂત પ્રદર્શન કરતાં મલેશિયાની જોડીને ત્રણ ગેમના મુકાબલામાં 21-23, 21-19, 21-17થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી હતી. પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ ભારતીય જોડીએ શાનદાર વાપસી કરીને સતત બે ગેમ જીતી હતી.
મહિલા ડબલ્સમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીનો સામનો ચોથી ક્રમાંકિત ચીનની જોડી સામે થશે. ભારતીય જોડીએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સાતમા ક્રમાંકિત જાપાનની જોડીને સીધી ગેમમાં 21-16, 21-12થી હરાવીને અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું છે.
બંને ભારતીય જોડીઓ હવે ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે મેદાનમાં ઉતરશે. દેશની નજર ખાસ કરીને સાત્વિક-ચિરાગની જોડી પર રહેશે, જેણે તાજેતરના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનમાં ભારતને અનેક મહત્વપૂર્ણ સફળતાઓ અપાવી છે.