કચ્છના સર ક્રીક વિસ્તારમાંથી ચાર પાકિસ્તાની માછીમાર ઝડપાયા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે સરહદ સુરક્ષા દળ-BSFની કાર્યવાહી દરમિયાન ભારતીય જળસીમામાં ગેરકાયદે પ્રવેશ બદલ ચાર પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી. આ સાથે એક બોટ પણ જપ્ત કરવામાં આવી હતી.
ઝડપાયેલા માછીમારોની ઓળખ કાદિર થાઇમોર, મુહમ્મદ મુસા, અઝગર થાઇમોર અને અહસાન જાટ તરીકે થઈ છે. ચારેય શખ્સ પાકિસ્તાનના સિંધ પ્રાંતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં કરચલા પકડવાના બહાને તેઓ ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હોવાનું સામે આવ્યું છે.