સપ્ટેમ્બર 10, 2026 1:52 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બ્રિક્સ દેશોને આંતરરાષ્ટ્રીય વેપારમાં મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા ભાર મૂક્યો.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બ્રિક્સ દેશોને આંતરરાષ્ટ્રીય વેપારમાં મહિલા ઉદ્યોગસાહસિકો અને મહિલા-આગેવાની હેઠળના સાહસો માટે સહિયારા પ્રયાસો આદરવા હાકલ કરી છે. મંત્રીએ મહિલા કેન્દ્રી  સાહસો માટે વૃદ્ધિ અને તકોનો લાભ લેવા માટે ક્રેડિટ, બજારો અને વ્યવસાયના નિયમોને સરળ બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેઓ નવી દિલ્હીમાં બ્રિક્સ WBA મહિલા-આગેવાની હેઠળના વિકાસ પરિષદને સંબોધિત કરી રહ્યા હતા.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે, ભારતે મહિલાઓને નાણાકીય, સામાજિક રીતે અને શિક્ષણ, કૌશલ્ય અને જીવનની ગુણવત્તામાં સુધારો કરીને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેનો ઉદ્દેશ્ય દેશના વિકાસમાં મહિલાઓને પ્રાત્સાહિત કરવાનો છે.