ઓગસ્ટ 22, 2026 10:24 એ એમ (AM)

printer

પ્રવાસન સહયોગને મજબૂત બનાવવા માટે બ્રિક્સના પ્રવાસન મંત્રીઓએ જયપુર ઘોષણાપત્ર અપનાવ્યુ

ભારતની અધ્યક્ષતામાં ગઈકાલે જયપુરમાં યોજાયેલી બ્રિક્સ પ્રવાસન મંત્રીઓની બેઠક જયપુર ઘોષણાપત્રને સર્વાનુમતે મંજૂરી સાથે પૂર્ણ થઈ.

જયપુર ઘોષણાપત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, પર્યાવરણને અનુકૂળ પર્યટન, કૌશલ્ય વિકાસ અને બ્રિક્સ દેશોમાં અનુકૂળ મુસાફરી જેવા ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પર્યટન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પર્યટન માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં પણ રોજગાર અને વિકાસની તકો ઉભી કરી શકે છે.

તેમણે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં ભારતની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. જયપુર ઘોષણાપત્ર બ્રિક્સ દેશો વચ્ચે સહયોગ વધારશે અને પર્યટન ક્ષેત્રમાં નવી તકો ઉભી કરશે.