નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા બ્રિક્સ સમિટ 2026ના પહેલા દિવસે, બ્રિક્સ દેશોએ સર્વાનુમતે નવી દિલ્હી ઘોષણાપત્રને સ્વીકાર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમિટના પહેલા દિવસના અંતે આ ઘોષણાપત્રને અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમના સમાપન ભાષણમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે અપનાવવામાં આવેલ નવી દિલ્હી ઘોષણાપત્ર સભ્ય દેશોના સહિયારા સંકલ્પને સ્પષ્ટ દિશા પ્રદાન કરે છે.
શ્રી મોદીએ કહ્યું કે નેતાઓએ એના પર પણ ભાર મૂક્યો કે ગ્લોબલ સાઉથના દેશોએ ભવિષ્યની ટેકનોલોજી અને તેમને સંચાલિત કરતા નિયમોના વિકાસમાં સમાન ભાગીદારી રાખવી જોઈએ.
બ્રિક્સના 20 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે, સભ્ય દેશોના નેતાઓ દ્વારા આ પ્રસંગે બે સ્મારક ટપાલ ટિકિટો પણ બહાર પાડવામાં આવી હતી.