બ્રિક્સ નેતાઓના શિખર સંમેલન પહેલા, બ્રિક્સ નાણામંત્રીઓ અને મધ્યસ્થ બેંક ગવર્નરોની અંતિમ બેઠક મુંબઈમાં યોજાઈ રહી છે. આ વર્ષના બ્રિક્સ ફાઇનાન્સ ટ્રેકનું સંચાલન “સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ” થીમ દ્વારા કરાયું છે.
મુંબઈમાં નિર્ધારિત અંતિમ બેઠક પહેલાં કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે બ્રિક્સ ફાઇનાન્સ ટ્રેકના મુખ્ય પરિણામોની સમીક્ષા કરી હતી.