સપ્ટેમ્બર 4, 2026 1:49 પી એમ(PM)

printer

સર્વોચ્ચ અદાલતની યજમાનીમાં બ્રિક્સ ચીફ જસ્ટિસ ફોરમનો નવી દિલ્હીમાં પ્રારંભ.

સર્વોચ્ચ અદાલતની યજમાનીમાં બ્રિક્સ ચીફ જસ્ટિસ ફોરમનો નવી દિલ્હીમાં પ્રારંભ થયો છે 

આ ફોરમમાં બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોના મુખ્ય ન્યાયાધીશો, સુપ્રીમ કોર્ટના પ્રમુખો અને વરિષ્ઠ ન્યાયિક પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે 

આજે પ્રથમ દિવસે, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત રશિયા, ચીન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, યુએઈ, બેલારુસ, કઝાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઈરાન અને ઉઝબેકિસ્તાનના ન્યાયિક પ્રતિનિધિમંડળના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે આ બેઠકોમાં પરસ્પર ન્યાયિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને ન્યાયિક સહયોગને વધુ મજબૂત બનાવવાનો વિચાર કરવામાં આવશે.

આ ત્રિ દિવસીય ફોરમ- ભાગ લેનારા ન્યાયતંત્રો માટે ન્યાય વિતરણ, આંતરરાષ્ટ્રીય વિવાદ નિરાકરણ, ટેકનોલોજી અને ટકાઉ વિકાસ સંબંધિત વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરું પડશે અને ન્યાયિક નેતાઓ વચ્ચે વિચારોનું આદાનપ્રદાન સરળ બનાવશે.