ઓક્ટોબર 26, 2026 9:25 એ એમ (AM)

printer

મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, 2047 સુધીમાં ગુજરાતને 3.5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવામાં સુરતનું સૌથી મોટું યોગદાન હશે

સુરતને શહેરી વિકાસનું રોલ મોડેલ ગણાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં ગુજરાતને 3.5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવામાં સુરતનું સૌથી મોટું યોગદાન હશે. ગઇકાલે મુખ્યમંત્રીએ સુરતવાસીઓને 410 કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે.

શ્રી પટેલે સુરત મહાનગરપાલિકા, સુડા અને જિલ્લા વહીવટીતંત્રના 211.65 કરોડના 37 કામોનું લોકાર્પણ અને 198.72 કરોડ રૂપિયાના 13 કામોનું ખાતમુહૂર્ત કર્યુ હતું. તેમણે કહ્યુ હતું કે, સુરતમાં દેશનો સૌથી લાંબો 115 કિલોમીટરનો BRTS કોરિડોર 100 ટકા ઇલેક્ટ્રિક બસો સાથે ગ્રીન કોરિડોર બન્યો છે.